Friday, October 21, 2011

CBSE Gujarat Board - સ્કૂલોમાં ભરતી માટે શિક્ષકોની જૂનમાં પરીક્ષા લેવાશે

૧૫મીથી ફોર્મ વિતરણ પ્રક્રિયા શરૂ થઇ : ૨૬મી જુલાઇએ પરિણામ : પ્રાયમરી અપર પ્રાયમરી માટે અલગ પરીક્ષા.

સેન્ટ્રલ બોર્ડ આફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ)માં પ્રાયમરી અને અપર પ્રાયમરીમાં ભરતી માટે આગામી ૨૬મી જૂને બે અલગ-અલગ પરીક્ષાઓ લેવાશે.

જેનું પરિણામ ૨૬મી જુલાઇએ પ્રસિદ્ધ થશે. આ પરીક્ષા માટેના ફોર્મનું વિતરણ સીબીએસઇની વેબસાઇટ પરથી તેમજ સિન્ડિકેટ બેન્કમાંથી પ્રાપ્ત થઇ શકશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારના રાઇટ ટુ એજયુકેશનના અમલથી દેશભરની સીબીએસઇ સ્કૂલોમાં
શિક્ષકોની ભરતી કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

આ માટે સીબીએસઇ બોર્ડ દ્વારા પ્રાયમરી ધો. ૬ થી ૮ માટે સેન્ટ્રલ રિસર્ચ એલિજીબિલિટી ટેસ્ટ લેવાનો નિર્ણય કરાયો છે. પરીક્ષા ૨૬મી જૂને લેવાશે. જેમાં પ્રાયમરી માટે પેપર-એ અને અપર પ્રાયમરી માટે પેપરબી લેવાશે.

બંને પેપર ૧૫૦ માર્કસના અને એમસીકયુ પદ્ધતિ રહેશે. પેપર-એનો સમય સવારે ૯-૩૦ થી ૧૧ અને પેપરબીનો
સમય ૧૨-૩૦ થી ૨ સુધીનો રહેશે. આ પરીક્ષા અમદાવાદ, સુરત અને બરોડા ખાતે લેવાશે. શિક્ષકો ઈચ્છા અનુસાર બંને પેપર આપી શકશે. પરિણામમાં પાસ થયા બાદ સંતોષ ન હોય તો શિક્ષકો ફરી ઊમેદવારી પણ નાધાવી શકે છે. પરીક્ષાના ફોર્મ ૧૫મી એપ્રિલથી સીબીએસઇની વેબસાઇટ પરથી ઓનલાઇન મળવાના શરૂ થઇ ગયા છે.

તેમજ સિન્ડિકેટ બેન્કમાંથી પણ મળી શકશે. આ પરીક્ષા પ્રથમવાર લેવાઇ રહી છે. જેના પગલે રાજયની ૧૫૦ જેટલી સીબીએસસીમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરાઇ જશે. આ પરીક્ષામાં પાસ થયેલા શિક્ષકોની
મેરિટ યાદી આ વર્ષ પૂરતીજ માન્ય ગણાશે. ભરતીની પ્રક્રિયા બાદ આ મેરિટ યાદી માન્ય ગણાશે નહિ.