Tuesday, January 10, 2012

આકારણી વખતે લોન લેવા કરદાતાએ ઇન્કમટેક્સની હવે મંજૂરી લેવીપડશે

સેન્ટ્રલ બોર્ડ આૅફ ડાયરેક્ટ ટેક્સિસે નવો પરિપત્ર બહાર પાડ્યો.

ઇન્કમટેક્સના ડિપાર્ટમેન્ટ ટેક્સના બાકી લેણાંની વસૂલાત કરવા જાય એ પહેલાં જ કરદાતા તેની મિલ્કતો, બેન્ક એફડી વગેરે બીજા કોઈના નામે ટ્રાન્સફર કરી દે છે.

અમુક કિસ્સામાં એસેસીને પોતાને મોટી રકમનો ટેક્સ ચુકવવો પડશે. એવો અંદાજ આવી જાય તો તેઓ પોતાની
મિલ્કત બેન્કમાં સિક્યોરિટી તરીકે મૂકીને તેના પર મોટી લોન લઈ લે છે. આના કારણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને ટેક્સ વસૂલવાનું લગભગ અશક્ય બની જાય છે.

આવી સંખ્યાબંધ ફરિયાદો સિબીડીટીને મળી છે. આ પ્રકારની મોડસ ઓપરેન્ડાઈ અજમાવીને ટેક્સ ભરવામાંથી
છટકી જતાં કરદાતાઓને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બોર્ડ આૅફ ડાયરેક્ટર ટેકસીઝ એ નવો પરિપત્ર બહાર પાડ્યો છે.

સીબીડિટીએ પરિપત્ર (નં. ૪/૨૦૧૧)માં જણાવ્યું છે કે, આકારણી થતી હોય તેવા કરદાતાએ સ્ટોક ઈન ટ્રેડમાં ન
હોય તેવી ધંધાની મિલ્કત સામે લોન લેતી વખતે આવકવેરા ખાતાની પૂર્વ મંજૂરી લેવી પડશે. ટેક્સના નિષ્ણાંતોના મતે ઇન્કમટેક્સના અધિકારીઓને ટેક્સ વસૂલવામાં સરળતા રહે તે માટે આ પરિપત્ર જારી કરવામાં
આવ્યો છે. આવકવેરાના કાયદાની કલમ નં. ૨૮૧ની જોગવાઈ મુજબ કરદાતા સામે કોઈ આકારણી ચાલુ હોય અથવા આકારણી પૂરી થઈ ગઈ હોય પરંતુ કરદાતાને ટેક્સ ભરવાની ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવે તે દરમિયાન એસેસી આવી કોઈ તરકીબ અજમાવવા જશે તો તેના સોદા રદબાતલ રદ ગણવામાં આવશે. આવા કેસમાં કરદાતા કોઈ મિલ્કતને વેચાણ કરે, મોર્ગેજ કરે, બક્ષિસમાં આવે, મિલ્કતની અદલાબદલી કરે.
મિલ્કત સામે ચાર્જ ઊભો કરે.

મિલ્કતોનો કબ્જો સોંપે કે મિલ્કત અન્ય કોઈ શખ્સને ટ્રાન્સફર કરે તો તેની પાછળ કરદાતાનો ટેક્સ ન ચુકવવાની દાનત હોઈ બદઇરાદાપૂર્વક આવા વ્યવહારો કરાયા છે તેવું માની લેવાશે.