ઓનલાઈન ઈન્ફર્મેશન સુવિધામાં સૌથી વધુ ફોન કાચાપાકા લાઈસન્સ અને વાહનની પરમિટ માટેના આવ્યા.
શહેરના સુભાષબિ્રજ ખાતેની આરટીઓ કચેરીમાં ગુરુવારથી ટેલિફોનિક ઈન્ફર્મેશન સુવિધાનો પ્રારંભ થાય છે.
જેને અરજદારો તરફથી સારો પ્રતિભાવ મળ્યો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સુવિધા શરૂ થતા કચેરીના નંબર પર ફોન કરી આરટીઓને લગતાં કામકાજની માહિતી મળી શકે છે.
બે દિવસની અંદરજ લગભગ ૩૫૦થી પણ વધુ અરજદારોએ આ સુવિધાનો લાભ લઈને માહિતી મેળવી છે.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ સુવિધા શરૂ થવાથી અરજદારોએ આરટીઓ કચેરી સુધી આવવું પડતું નથી.
કોઈ પણ માહિતી હોય તે ફોન દ્વારા પૂછી લેવામાં આવે છે. સૌથી વધુ ફોન કાચા-પાકા લાઈસન્સની માહિતી મેળવવા, વાહનની પરમીટ જાણવા માટેના આવ્યા હતાં. આ સેવા શરૂથતાની સાથે જ અરજદારો મોટા ભાગના પ્રશ્નોત્તરી જવાબ ફોન પરજ મેળવી લે છે. જેથી આરટીઓ કચેરી સુધી લાંબાથવું પડતું નથી સાથે જ આ સેવા શરૂ થઈ હોવાથી આરટીઓમાં પણ નાના-મોટા ફોમ માટે અરજદારોની લાઈન કે ભીડ જોવા મળતી નથી.
Wednesday, September 28, 2011
Ahmedabad RTO 2011 - ટેલિફોનિક ઈન્ફર્મેશન સુવિધાનો પ્રારંભ
Tuesday, September 27, 2011
Gujarat Navratri Celebration 2011 - મહોત્સવના સ્થળો ઉપર ધૂમ્રપાનમુક્ત વિસ્તાર જાહેર કરાયા
પોલીસ કમિશ્નર, જિલ્લા મેજિસ્ટ્રેટને તમાકુ નિષેધ કાનૂનના ચુસ્ત અમલ માટે સૂચના અપાઈ.
ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિ ઉત્સવને ધૂમ્રપાન મુક્ત જાહેર કરવામાં આવ્યું છે અને આ ઉત્સવમાં પ્રજાજનોની હાજરી મોટી સંખ્યામાં વહેતી હોઈ ઉજવણીના સ્થળે તમાકુ નિષેધ કાયદાનો ચુસ્તપણે અમલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તમામ પોલીસ કમિશ્નરો, જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓને
સૂચના આપવામાં આવી છે.
સમગ્ર ગુજરાત પરપ્રાંતો અને પરદેશોમાં વસતા તમામ ગુજરાતીઓ પોતિકા પર્વ અને વિશ્વના સૌથી લાંબા લોકનૃત્ય મહોત્સવ નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણીની પૂર્વ તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા છે. સરકારે નવરાત્રિની
પવિત્રતા જળવાઈ રહે અને પ્રજાજનોની સુખાકારી સાથે જાહેર આરોગ્ય પણ સચવાય તે આશયથી નવરાત્રિ પર્વને ધૂમ્રપાન મુક્ત જાહેર કરી આ પર્વની ઉજવણી દરમિયાન પ્રજાજનોની ભારે ભીડ રહેતી હોવાથી ઉજવણીના સ્થળોએ ધૂમ્રપાન મુક્ત વિસ્તાર ગણીને ટોબેકો કન્ટ્રોલ એક્ટ તમાકુ નિષેધ કાનૂનનો ચુસ્ત અમલ કરવાનો નિર્ણય લીધો છે અને તે માટેના જરૂરી આયોજન અંગે રાજયભરના તમામ પોલીસ કમિશ્નરો, જિલ્લા મેજેસ્ટ્રીટ, વનવિભાગ તથા આરોગ્ય અને તબીબી સેવાઓ શિક્ષણની કચેરી.

Saturday, September 24, 2011
Gujarat Navratri Celebration 2011 - યુઝ એન્ડ થ્રો ટેટૂ ખેલૈયાઓમાં હોટ ફેવરિટ
શરીરના જુદા-જુદા અંગો પર ટેટૂ પેઇન્ટિંગ કરાવવાની પ્રથા પ્રચલિત હતી. હવે આધુનિક તેજીનો ક્રેઝ જોવા મળે છે ભાવ રૂ.૫૦ થી લઈ ૨૫૦ સુધી હોય છે
ગુજરાતમાં નવરાત્રિ પર્વમાં ઢોલ-નગારાની તાલે ગરબા રમતા યુવક-યુવતીઓ સૌંદર્યના પ્રદર્શન કરવામાં દરવર્ષે નવી તરકીબો અજમાવે છે. આ વર્ષ યુઝ એન્ડ થ્રો વાૅટર ટેટૂનો યુવાનોયુવતીઓ ઉપરાંત નાના બાળકોથી લઈને મોટી ઉંમરની સ્ત્રીઓમાં હોટ ફેવરિટ છે માં આદ્યશક્તિ જગદંબાની આરાધના ઉપાસના અને સાધનાના અત્યંત મહત્ત્વપૂર્ણ મહોત્સવમાં ગરબા રમવા અને ગાવાનું મહાત્મ્ય છે. વર્ષો પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં ગામના ચોકમાં કે માતાજીના મંદિરો પર ગરબાઓના આયોજન થયા હતા.
સમયની સાથે નવરાત્રિ પર્વની ઉજવણીમાં આધુનિકતા આવતી જાય છે. ગરબા રમતા ખેલૈયાઓ વિવિધ રંગ અને ડિઝાઈનના ડ્રેસ ઉપરાંત આધુનિક ઘરેણાંનો પણ ભરપૂર ઉપયોગ કરે છે. હવે તો યુવતીઓ જ નહીં
નાના બાળકોથી લઈને મોટી ઉંમરની સ્ત્રીઓ અને પુરુષો સૌંદર્યની અભિવ્યક્તિ માટે બ્યુટીપાર્લરની ભરપૂર સેવા લે છે. (શરીરના જુદા જુદા અંગો પર ટેટૂ પેઈન્ટિંગ કરાવવાની પ્રથા પ્રચલિત હતી. હવે આધુનિક ટેટૂનો ક્રેઝ જોવા મળે છે.) આ વર્ષે યુઝ એન્ડ થ્રો વાૅટર ટેટૂ હોટ ફેવરિટ છે.
ખેલૈયાઓ પાસે ટેટૂ પેઈન્ટિંગ કરાવવાનો સમય નથી. ઉપરાંત અન્ય ટેટૂ એક વખત શરીર પર લગાવ્યા બાદ સરળતાથી દૂર કરી શકાતા નથી. જયારે કલરફૂલ વાૅટર ટેટૂ પાણીમાં પલાડી ચીપકાવી દેવાય છે. આ રીતે અત્યંત સરળ છે. ઉપરાંત સરળતાથી શરીર પરથી દૂર કરી શકાય છે. યુઝ એન્ડ થ્રો વાૅટર ટટૂ રૂ. ૫૦ થી લઈને ૨૫૦ માં મળે છે. જેમાં અલગ-અલગ પ્રકારના હોય છે. જેવા કે દાંડિયારાસ રમતા ખેલૈયા, વીંછી, પતંગિયા, કળશ, ઢોલ-નગારા માટેના ટેટૂ હોય છે. પરમેનન્ટ ટેટૂ રૂ. ૫૦૦ થી લઈ રૂ. ૨૫,૦૦૦ હજાર ના કલરિંગ હોય છે. પરંતુ આ પ્રકારના ટેટૂથી સમય જતા સ્કિન કેન્સર પર થઈ શકે છે.
ખૂશ્બુ બ્યુટી કેરની સંચાલિકા પ્રિયંકા બપેટ કહે છે કે વાૅટર ટેટૂની સાઈડ ઇફેક્ટ નથી. ઉપરાંત દરરોજ વિવિધ પ્રકારના ટેટૂ લગાવી ગ્રુપને સરળતાથી આર્કિષત કરી શકાય છે. ખાસ એ બાબત ધ્યાન રાખવાની કે આ પ્રકારના ટેટૂ બર્નિંગ સ્કિન કે સ્ક્રિનની એલર્જી હોય તેને ઉપયોગ ના કરવો જોઈએ.

Friday, September 23, 2011
Gujarat State News - સૌપ્રથમવાર અમદાવાદના વોટરપાર્કમાં ટોમેટી ફેસ્ટીવલ ઉજવાશે
હોળી આમ તો જોવા જઈએ તો રંગોનો તહેવાર છે.
રંગ વિના હોળી કેવી ? પરંતુ સ્પેનની અંદર ટામેટાથી હોળી રમવામાં આવે છે.
અહીંયા મોટા મોટા રસથી ભરેલા ટામેટા ઉત્પન્ન થાય છે. આને તેઓ લવ એપ્પલ કહે છે. હોળીના દિવસે સરકાર તરફથી દરેક નાગરિકને એક કિલો ટામેટા એટલે કે લવ એપ્પલ ભેટ તરીકે આપવામાં આવે છે. આ દિવસે લોકો નવા વસ્ત્રો ધારણ કરીને આ ટામેટાથી ભરેલી બેગ લઈને રસ્તા પર નીકળી પડે છે અને જે કોઈ પણ સ્ત્રી-પુરુષ મળે તેને એકબીજાની સામસામે ટામેટા મારે છે. આ લવ એપ્પલ જયારે શરીર પર અથડાઈને ફૂટે છે ત્યારે શરીર આના રસથી તરબોળ થઈ જાય છે.
ટામેટા એકબીજાને મારવા માટે તેઓ એકબીજાની પાછળ દૂર દૂર સુધી દોડે પણ છે અને ટામેટા મારીને જ દમ લે છે. અહીંયા રહેનારા લોકોની એવી માન્યતા છે કે લવ એપ્પલ એકબીજાને મારવાથી દેશ પર કોઈ પણ પ્રકારની આપત્તિ નથી આવતી અને દરેક વર્ષે ધન ધાન્ય સારૂ ઉત્પન્ન થાય છે.
જીંદગી મિલેગી ના દોબારામાં પણ ‘ટોમેટી ફેસ્ટિવલ’ હતો
આ વર્ષની સૌથી મોટી રિલિઝ થયેલી ફિલ્મ ‘‘ઝીંદગી મિલેગીના દોબારા’’માં પણ ‘ટોમેટી ફેસ્ટિવલ’ને સાંકળી લેવાયો હતો. સ્પેનમાં ફિલ્મના શુટીંગ વેળા કૈટરિના કૈફ, રિતીકરોશન, ફરહાનઅખ્તર અને અભય દેઓલે ‘ટોમેટી ફિસ્ટીવલ’માં ભાગ લીધો હતો. આ સીનના શુટિગ માટે ખુબ બધા ટામેટાની સગવડ કરવી પડી હતી.
આ માટે પોર્ટુગલથી ૧૬ ટન ટામેટા મંગાવવામાં આવ્યા હતાં. જે માટે આશરે એક કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
રાજયમાં સૌ પ્રથમવાર અમદાવાદના સાણંદનજીક ગોયેલવોટર પાર્કમાં ‘‘ટોમેટી ફેસ્ટિવલ’’ ઉજવવા જઈ રહ્યો
છે. ૨૫ તારીખે આ ફેસ્ટિવલ ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં પ્રવાધન ભાગ લેનાર છે. ટોમેટી ફેસ્ટિવલને એક ઉત્સવ તરીકે મનાવવા માટે માત્ર કપલને જ પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત પોલીસના તમામ
નિયમોનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે. ટોમેટી ફેસ્ટિવલ વિશે તમે અત્યાર સુધી માત્ર ફિલ્મોમાં જ
જોયુ હશે કે અખબારોમાં વાંચ્યુ હશે. પરંતુ હવે તમે આ ફેસ્ટિવલ તમારી નરી આંખે જોઈ પણ શકો છો અને માણી
પણ શકશો. વિદેશમાં ઉજવાતો આ ઉત્સવ હવે રાજયમાં સૌ પ્રથમ વાર અમદાવાદમાં ઉજવાશે. આગામી તા.૨૫ના રોજ આ ફેસ્ટિવલ સાણંદ નજીકના ગોયલ વોટરપાર્કમાં ઉજવાશે. ફેસ્ટિવલમાં માત્ર કપલને જ પ્રવેશ આપવામાં આવશે. ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે એક ડ્રેસકોડ રાખવામાં આવ્યો છે. જે મુજબ ફેસ્ટિવલમાં ભાગ લેવા માંગતા લોકોએ સફેદ કપડાં પહેરવાના રહેશે. ‘ટોમેટી ફેસ્ટિવલ’ માટે ત્રણ ટ્રક ભરીને સારી ક્વોલીટીના ટામેટા મંગાવવામાં આવેલા છે. ‘ટોમેટી ફેસ્ટિવલ’ના આયોજકો દ્વારા પોલીસના તમામ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાની બાહેધરી આપવામાં આવી છે. બીજી તરફ સ્પેન અને ગ્રીસ જેવા દેશોમાં ઉજવાતો ટોમેટી
ફેસ્ટિવલ સૌ પ્રથમવાર ગુજરાતમ ાં અને ખાસ કરીને અમદાવાદમાં યોજાનાર હોવાથી અમદાવાદી યુવાઓમાં પણ આ ફેસ્ટિવલને લઈ ખાસ આકર્ષણ જમાવ્યું છે.
આ ફેસ્ટિવલમાં ભાગ લેવા યુવાધન મોટી સંખ્યામાં થનગની રહ્યું છે. ૨૫ તારીખે યોજાનાર આ ફેસ્ટિવલ ગુજરાતના વિકાસની કલગીમાં વધુ એક મોરપિચ્છ સમાન બની રહેશે.

Thursday, September 22, 2011
Ahmedabad News - શહેરમાં બાયોકાઈન્ડ હેલ્થકેરની દવાઓ ઉપલબ્ધ થશે
અમદાવાદ શહેરમાં બાયોકાઈન્ડ હેલ્થકેર પ્રા.લિ. દ્વારા ઉત્કૃષ્ટ દવાઓ ઓછા ભાવે બજારમાં સરળતાથી ઉપલબ્ધ બનશે.
બાયોકાઈન્ડ હેલ્થકેર પ્રા.લિ.ની સ્થાપના વર્ષ ૨૦૧૦માં મેડિકલ ક્ષેત્રે ઉત્તમ ક્વાૅલિટીની દવાઓ ખૂબજ વ્યાજબી ભાવથી દર્દીઓને મળી રહે તે ઉદ્દેશથી બજારમાં પ્રવેશી હતી.
બાયોકાઈન્ડ હેલ્થકેર પ્રા.લિ. દ્વારા ગયા વર્ષે પણ ઇકોનોમી રેન્જની દવાઓ બજારમાં સફળતાપૂર્વક મૂકવામાં
આવેલી હતી. આ દવાઓમાં એન્ટીઇન્ફલેમેટરી/એનાલ્જેસીક, કો કોલ્ડટેબલ વગેરે સફળતાપૂર્વક રજૂ કરવા
બાયોકાઈન્ડ હેલ્થકેર પ્રા.લિ.ના ઉપપ્રમુખ ભરત કિકાણી સ્થાપકો રૂપેન શાહ, રાકેશ પટેલે ભારે જહેમત ઉઠાવી છે. વળી, માર્કેટિંગ ટીમ દ્વારા આ પ્રોડક્ટને ભારતભરના જુદા જુદા રાજયમાં તથા શહેરોમાં અને ગામડાંઓમાં
આસાનીથી ઉપલબ્ધ થાય તેવો પ્રયાસ કર્યો છે.

Subscribe to:
Comments (Atom)