ઓનલાઈન ઈન્ફર્મેશન સુવિધામાં સૌથી વધુ ફોન કાચાપાકા લાઈસન્સ અને વાહનની પરમિટ માટેના આવ્યા.
શહેરના સુભાષબિ્રજ ખાતેની આરટીઓ કચેરીમાં ગુરુવારથી ટેલિફોનિક ઈન્ફર્મેશન સુવિધાનો પ્રારંભ થાય છે.
જેને અરજદારો તરફથી સારો પ્રતિભાવ મળ્યો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સુવિધા શરૂ થતા કચેરીના નંબર પર ફોન કરી આરટીઓને લગતાં કામકાજની માહિતી મળી શકે છે.
બે દિવસની અંદરજ લગભગ ૩૫૦થી પણ વધુ અરજદારોએ આ સુવિધાનો લાભ લઈને માહિતી મેળવી છે.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ સુવિધા શરૂ થવાથી અરજદારોએ આરટીઓ કચેરી સુધી આવવું પડતું નથી.
કોઈ પણ માહિતી હોય તે ફોન દ્વારા પૂછી લેવામાં આવે છે. સૌથી વધુ ફોન કાચા-પાકા લાઈસન્સની માહિતી મેળવવા, વાહનની પરમીટ જાણવા માટેના આવ્યા હતાં. આ સેવા શરૂથતાની સાથે જ અરજદારો મોટા ભાગના પ્રશ્નોત્તરી જવાબ ફોન પરજ મેળવી લે છે. જેથી આરટીઓ કચેરી સુધી લાંબાથવું પડતું નથી સાથે જ આ સેવા શરૂ થઈ હોવાથી આરટીઓમાં પણ નાના-મોટા ફોમ માટે અરજદારોની લાઈન કે ભીડ જોવા મળતી નથી.
No comments:
Post a Comment