બ્રાઝિલ ભારત કરતા પણ આગળ રહ્યું છે. વિશ્વમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક ગ્રોથ મામલે ભારત બ્રાઝિલ બાદ બીજા ક્રમાંકે છે. ગ્લોબલ એરલાઇન બોડીઆઇટા દ્વારા જારી કરવામાં આવેલાઆંકડામાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઇટા) દ્વારા ફેબ્રુઆરી મહિના માટે વૈશ્વિક ટ્રાફિકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે ભારત મોટા વેશ્વિક બજારમાં બીજા સ્થાન પર છે. ભારતમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક ગ્રોથ ૧૨.૩ ટકાની આસપાસ છે. ભારત બ્રાઝિલ
બાદ બીજા સ્થાને છે. બ્રાઝિલમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક ગ્રોથ ૧૬.૩ ટકાની આસપાસ છે. જે સાબિત કરે છે કે બ્રાઝિલમાં વિમાની યાત્રા કરતા લોકોની સંખ્યામાં ખુબ ઝડપથી તેજી આવી છે. અગાઉના વર્ષની
સરખામણીમાં બ્રાઝિલમાં સૌથી ઝડપથી ગ્રોથ રેટ રહ્યો છે. બ્રાઝિલમાં માંગમાં ૧૭.૯ ટકાનો ઉલ્લેખનીય વધારો થયો છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કેરિયર્સ તેની સીટ પૈકી ૭૫.૪ ટકા ભરી રહ્યા છે.
No comments:
Post a Comment