જેનિફર એનિસ્ટન પ્રેમ પ્રકરણના મામલામાં એકલી ભાગ્યશાળી રહી નથી.
વારંવાર લાઈફમાં એનિસ્ટનને એક પછી એક ફટાકાઓનો સામનો કરવા પડયો છે. સૌથી
પહેલા અભિનેતા બ્રાડપીટની લાઈફમાંએન્જેલિના આવતા જેનિફર એનિસ્ટન સાથે તેના
સંબંધોને અંત આવ્યો હતો. ત્યારબાદ અન્ય અનેક અભિનેતાઓ સાથે તેના સંબંધોની
ચર્ચા રહી હતી. અને ડેટ ઉપર પણ રહી હતી. પરંતુ હવે જેનિફર એનિસ્ટન
ફરી એકવાર નવા પ્રેમીની શોધ પુરી થયા બાદ સંતુષ્ટ દેખાઈ રહી છે. જેનિફર
એનિસ્ટને કહ્યું છે કે જસ્ટિન થેરોક્સ સાથે તે પોતાને બિલકુલ સુરક્ષિત
અનુભવ કરે છે. ૪૩ વર્ષીય અભિનેત્રી જેનિફર એનિસ્ટન તેના નવા પ્રેમી ૪૦
વર્ષીય થેરોક્સને લઈને ખુશ છે. તેનું કહેવું છે કે થેરોક્સ તેને ખૂબ જ
સાચવી રહ્યો છે. તે ખૂબ જ સારા માનવી તરી કે પણ છે. ઓસ્ટ્રેલિયન મેરીક્લેયર
સાથેની વાતચીતમાં આ મુજબની વાત એનિસ્ટને કરી હતી. જેનિફર એનિસ્ટને નવી
ફિલ્મ વન્ડરલસ્ટ અંગે પણ વિસ્તારપૂર્વક વાતચીત કરી છે.
No comments:
Post a Comment