Friday, May 25, 2012

પ્રોફેશનલ ર્કોસસની પ્રવેશ કાર્યવાહી ૧૩ મે થી શરૂ થશે

સૌથી વધુ ૩૯૦૦૦ બેઠકો તો ખાલી ઇજનેરી શાખાની છે.

એડમિશન કમિટી ફોર ધ પ્રોફેશનલ ર્કોિસસ (એસીપીસી) દ્વારા મેડિકલ, એન્જિન્યરગ, ફાર્મસી અન્ય બીજી પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશની કાર્યવાહી ૧૩મે ૨૦૧૧ના રોજથી શરૂ થશે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૨ મે ૨૦૧૧ના રોજ આવશે.

એસીપીસી દ્વારા વિવિધ પ્રકારના પ્રોફેશનલ કોર્સ માટેના પ્રવેશ ફોર્મના વિતરણની કાર્યવાહી ૧૩મે ૨૦૧૧ના રોજથી થશે જેમા ંરાજયના ૬૦ જેટલા વિવિધ સેન્ટરો માંથી ફોર્મની વહચણી કરવામાં આવશે. હાલમાં એસીપીસીના સતાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ પ્રકારના કોર્સમાં પ્રવેશ- પ્રક્રિયા કરવાની તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવલી છે. જેથી જે ફોર્મની છપાવવાની કામગીરીમાં શિક્ષણ વિભાગની મંજૂરી બાદ છપાશે પ્રવેશ પ્રક્રિયાના જાતિ-નિયમોનો ડ્રાફટ બનાવીને તેને શિક્ષણ વિભાગમાં મોકલી અપાયો છે અને જયારે નિયમોને શિક્ષણ વિભાગ મંજૂરીની મહોર મારશે બાદમાં પ્રોફેશનલ કોર્સ માટેના ફોર્મ છપાવવા માટે મોકલી દેવામાં આવશે ધો.૧૨ની પરીક્ષામાં ૯૧૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ૧૨મના રોજ આવશે

વિવિધ પ્રકારના કોર્સમાં ૪૫૦૦૦થી વધુ બેઠકો છે. જેમાં સૌથી વધુ ૩૯૦૦૦ બેઠકો તો ખાલી ઇજનેરી શાખાની છે.

સહોના આશ્રય સ્થાન ક્રાંકચનાજંગલમાં આગ લાગતાં ઘાસ-બાવળનો નાશ થયા

૭૦૦ વિઘાથી વધુ વિસ્તારમાં અચાનક આગ લાગી જતાં કોઇ દુર્ઘટના બની નથી.

અમદાવાદ, તા.૧૮ ગીર અભ્યારણ્ય સહોના વસવાટ માટે જાણીતું છે. પરંતુ ગીર જંગલ બહાર નીકળેલા સાવજો અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે. તે પૈકી ૨૩ સાવજોનું વિશાળ ગ્રૂપ ક્રાંકચ તથા

આજુબાજુના ગામડાઓમાં વસે છે. આ વિસ્તારમાં મહદ્અંશે બાવળના કાંટાનું જંગલ છે. બાવળ ઊપરાંત ઘાસ પુષ્કળ પાકે છે. ખારા પાટનો વિસ્તાર હોવાથી ખેતીની દૃષ્ટિએ સાવ ઊજજડ છે. તેથી સાવજોને અહ ગોઠી ગયું

છે. ગઇરાત્રે અહ અચાનક આગ લાગતા સહ માટે ખતરો પેદા થયો હતો. જો કોઇ અઘટિત ઘટના બની ન હતી.

લીલિયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં અચાનક આગ લાગતા ગીરની બહાર નીકળેલા સહો અહ વસવાટ કરે છે. તદ્ઊપરાંત અન્ય વન્ય પ્રાણીઓનું પણ આશ્રય સ્થાન બની રહ્યું છે. આગ લાગતા આશરે ૭૦૦ વિઘાથી વધુ વિસ્તારમાં ઘાસ અને બાવળનો નાશ થઇ ગયો હતો. આગ આપમેળેજ કાબૂમાં આવી ગઇ હતી.

જંગલખાતાના અધિકારીઓ દોડી આવ્યા હતાં. આગ લાગી ત્યારે સહણ તેના પાંચ બચ્ચા સાથે વિહરતી હતી પરંતુ તેઓને કોઇ પ્રકારનું નુકસાન થવા પામ્યું ન હતું. પરંતુ તેમના રહેઠાણને નુકસાન જરૂર પહાચ્યું છે અહ સહની સાથે સાથે અન્ય વન્યપ્રાણીઓ જેવા કે નીલગાય, હરણ, શિયાળ જેવા પ્રાણીઓ પણ વસે છે. જો કે આગને કારણે નાના જીવજંતુઓનો નાશ થવા પામ્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ક્રાંકચની સીમમાં લાગેલી આગ આકસ્મિક ઘટના ન હતી પરંતુ જાણી જોઇને લગાડવામાં આવી હોવાનો આક્ષેપ સ્થાનિકમાના કેટલાક લોકો કરી રહ્યા છે. લોકોમાં આગનો મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. આગના લીધે સરકારી પડતર જમીન ઊપરાંત ખાનગી માલિકીની વાડીઓમાં ઘાસ અને બાવળને નુકસાન થવા પામ્યું હતું.

Tuesday, May 22, 2012

ઇન્કમટેકસ કરદાતાઓ માટે આઠ પ્રકારના નવા ફોર્મ બહાર પાડશે

હાલમાં કાનૂન વ્યવસ્થા પ્રમાણે ફોર્મના અભ્યાસ બાદ બહાર પડાશ.

ઇન્કમટેકસ વિભાગે નાના કરદાતાઓ માટે સુગમ ફોર્મ વધારે સરળ રીતે ભરી શકે તેના માટે આઠ પ્રકારના નવા ફોર્મ સાથે બહાર પાડવામાં આવશે. હવે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૧- ૧૨ માટે નવા આઠ પ્રકારના ફોર્મ ભરી કરદાતા ફાઇલ કરી શકશે તેવું આઇટીના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વેતન કર્મચારીઓ સરળ-૨ ફોર્મ દ્વારા આઇટી રિર્ટન ભરતા હતા પરંતુ સરળ-૨ ફોર્મ કરતાં સુગમ ફોર્મ વધારે સરળ બનાવવામાં

આવ્યું છે. આઇટી દ્વારા કરદાતાઓ માટે બહાર પાડવામાં આવનાર આઠ નવા પ્રકારના ફોર્મમાં વ્યકિતગત કરદાતા ભાગીદારી પેઢી, પગારધારકો, વ્યાજની આવક કમાતા, કોર્પોરેટ સેકટર, ટ્રસ્ટોનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય બજેટમાં સુગમ ફોર્મની જાહેરાત બાદ આ વર્ષે આઠ આઇટીઆર ફોર્મ દાખલ કરાયા છે આ વખતે ઈન્ફ્રાસ્ટ્રકચર બોન્ડના ૨૦૦૦૦ સુધીના રોકાણમાં કપાતનો લાભ જાહેર થતાં ફોર્મમાં એક કોલમ ઊમેરાયું છે.

આઇટીઆર-૧ પગાર અને વ્યાજની આવકવાળા માટે, આઇટીઆર-૨, વ્યકિતગત કે એચયુએફ જો પગાર, વ્યાજ, કેપિટલ ગેઇન, કે હાઊસગ લોનનું વ્યાજ કપાત તરીકે બાદ લેતા હોય તો ભરવાનું, આઇટીઆર-૩માં ભાગીદારી પેઢીના ભાગીદારકરદાતા માટે, આઇટીઆર-૪માં ઓડિટપાત્ર ટર્નઓવર ધરાવતા વ્યકિતગત અને એચયુએફ કરદાતાઓ ભરવાનું રહેશે, ભાગીદારી પેઢી, એસોસિએટેડ આૅફ પર્સન, અને બીએઆઇ માટે આઇટીઆર-૫ અને આઇટીઆર-૬ કંપની કરદાતા માટે અને ટ્રસ્ટો માટે આઇટીઆર-૭ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. જયારે આઇટીઆર-૮માં ઇન્ફાસ્ટ્રકચર બોન્ડના ૨૦૦૦૦ સુધીના રોકાણમાં કપાતનો લાભ જાહેર થતા ફોર્મમાં એક નવું કોલમ ઊમેરાયું છે.

Tuesday, May 15, 2012

ર્સ્વિણમ ગુજરાતની ઊજવણી પછી બોર્ડનિગમ માં નિમણૂકો


વિધાનસભાની ચૂંટણી નિયત સમયે આવે તો હવે માત્ર દોઢ વર્ષની જ વાર છે. છતાં રાજય સરકાર બોર્ડનિગમોમાં રાજકીય નિમણૂકોનો દોર આગળ વધારવાની વેતરણ કરી રહી છે. ચાલુમાસમાં જ એટલે કે આવતીકાલે યોજાનારી ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી બાદ તુરત જ કેટલાક પદોની લ્હાણી કરવામાં આવશે તેવા સંકેતો ટોચના વર્તુળોમાંથી પ્રાપ્ત થઇ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર કોર્પોરેશનુમાં અને સ્થાનિક સ્વરાજયની અન્ય નગરોની ૮૧ બેઠકોમાં આવતી કાલે પેટા ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી પછી તરત જ કેટલાક મહત્વના બોર્ડનિગમોમાં ચેરમેનની અને ત્યા ચેરમેન નિયુકત થઇ ગયા છે. તેવા બોર્ડ તથા નિગમોમાં શ્રેણી બધ્ધ ડિરેકટરોની નિમણૂક કરવામાં આવે તેવા એંધાણ સ્પષ્ટ થઇ રહ્યા છે. એપ્રિલના ઊત્તરાધર્માં અથવા ૧લી મેની ઊજવણી પછી તરત જ બોર્ડ નિગમોમાં નિમણૂંકો અને વહીવટી તથા પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. મોટાભાગના કલેકટરો, મ્યુનિ. કમિશનર, સચિવોની બદલીઓ થાય તેવા સંજોગો સર્જાયા છે.

પોલીસ તંત્રમાં ડીવાય એસપીથી લઇને આઇજીપી કક્ષા સુંધીનો બદલીનો દોર આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવા પંચાવન પ્રાંતની રચના થતા ત્યાં નિમણૂકો માટે ડે. કલેકટર કક્ષાએ મોટા ફેરફારો થશે ટી.ડીઓને ડે. કલેકટર કક્ષાએ બઢતીના સંજોગો સર્જાવા પામ્યા છે. આ તમામ બદલી અને બઢતી આગામી દોઢ વર્ષ પછી આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને થઇ રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેથી હવે પછીની ઊચ્ચસ્તરીય નિમણૂકોમાં આ બાબતને ધ્યાને લેવાય તે સ્વાભાવિક છે.

Monday, May 14, 2012

લોકોટ્રોલની નવી સિસ્ટમથી ગુડ્સ ટ્રેનની ક્ષમતામાં નાધપાત્ર વધારા

આ સિસ્ટમથી રેલ્વેના સમયની બચત અને ગુડ્સની ડિલિવરી ઝડપી બનશે.

અમદાવાદ રેલ્વે ડિવિઝને જુલાઇમાં નવી લોકોટ્રોલ સિસ્ટમની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ નવી સિસ્ટમથી ટ્રેનમાં ભરેલો ખીચોખીચ માલને ત્રણ દિશામાં દોડાવી ઝડપી ડિલિવરી કરી શકાશે. એટલે કે ત્રણ અથવા ચાર ટ્રેનમાંથી એક જ ટ્રેન ડિલિવરી કરી શકશે.

રેલ્વેમાં ગુડ્સ ટ્રેન દ્વારા ઓછા સમયમાં વધુ માલ પહાચાડવાથી ડિલિવરી ઝડપી થઇ શકે તે માટે રેલ્વેને એક નવો વિચાર આવ્યો છે. આ લોકોટ્રોલ સિસ્ટમથી રેલ્વેના સમયની બચત થશે અને ગુડ્સની ડિલિવરી ઝડપી બની શકશે. ગુડ્સ ટ્રેનમાં ૧ ટનથી વધારે માલની હેરાફેરી થતી હોય છે તેથી આ એક ટન માલને ખચવા માટે ટ્રેનની લંબાઇને જોતાં વેગન્સો પણ વધારવામાં આવે છે. જેનાથી ટ્રેનના પુલગ પાવરમાં વધારો થઇ શકે. આ સિસ્ટમથી પુલગ પાવરની ક્ષમતા છે તેમાં વહચણી થઇ જવાથી ગુડ્સ ટ્રેન ઝડપથી દોડી શકશે અને ગુડ્સની ડિલિવરી ઝડપથી થઇ શકશે. રેલ્વેના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આ લોકોટ્રોલ સિસ્ટમના લીધે ગુડ્સની ડિલિવરી ઝડપથી થશે. સમયનો ઘણોખરો બચાવ થશે. આ સિસ્ટમ સ્ટાફ ઓછો હશે તો પણ રેલ્વેને મદદ કરશે. અમદાવાદ સ્ટેશનથી મુંબઇ, કોચી અને કોલકાત્તા જે ગુડ્સ ટ્રેન ત્રણેય જગ્યાએ અલગ-અલગ લઇને જાય છે તેના બદલે હવે એઆરડી એક જ રૂટમાં લાંબી ટ્રેન દોડાવશે. આ ટ્રેન ત્રણ લોકેશન દ્વારા દોડશે. તેથી આ ટ્રેન ત્રણ જગ્યા જેવી મુંબઇ, કોચી અને કોલકાત્તા ટ્રેનનું જોડાણ કરશે નહ. આમ, આ લોકોટ્રોલ સિસ્ટમ દ્વારા ગુડ્સની કેપેસિટીમાં વધારા ઊપરાંત ડિલિવરી ઝડપથી થઇ શકશે અને ઓછા સમયમાં એક સ્થળેથી બીજે સ્થળે માલની ડિલિવરી થવાથી રેલ્વેના સમયમાં પણ બચત થશે.

ધો.૯માં સેમેસ્ટર પધ્ધતિ દાખલ થતા નવો અભ્યાસક્રમ ઊમેરાશે

નવા અભ્યાસક્રમ માટે હાલમાં ૪૦ ચુનંદા આચાર્યોને તાલીમ અપાય છે.

ગુજરાત રાજય શિક્ષણ બોર્ડ દ્વારા હજુ હમણાં જ ધો.૯ અને ધો.૧૧,૧૨ સાયન્સમાં સેમેસ્ટર પધ્ધતિ દાખલ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે આ વર્ષે દાખલ થતી આ સેમેસ્ટર પધ્ધતિ માટે ધો.૧૧ અને ધો.૧૨ સાયન્સ તેમજ ધો.૯માં ગણિત અને વિજ્ઞાનના વિષયનો અભ્યાસક્રમ નવેસરથી તૈયાર કરશે. તેમજ ગણિત અને

વિજ્ઞાન વિષયમાં નવો અભ્યાસક્રમ પણ દાખલ કરવામાં આવશે. ત્યારે આ નવા અભ્યાસ સહિત શાળાકીય

સર્વગ્રાહી મૂલ્યાંકન પધ્ધતિના સંદર્ભમાં હાલમાં રાજયના ૪૦ આચાર્યો કી રિસોર્સ પર્સન તરીકેની તાલીમનો પ્રારંભ કર્યો છે. બોર્ડના સૂત્રો જણાવે છે કે ધો.૧૧-૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમની જેમ ધો.૯માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરી સાથે નવો અભ્યાસક્રમ પણ દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આગામી સત્રથી ધો.૯માં સેમેસ્ટર પધ્ધતિ દાખલ કરવાની હોવાથી નવો અભ્યાસક્ર મ દાખલ કરવા તેમજ અભ્યાસક્રમની પધ્ધતિ પણ બદલવામાં આવશે. ત્યારે ધો.૧૧ અને ધો.૧૨ની અભ્યાસક્રમની પધ્ધતિ ધો.૧૦ના આધારે બદલવાની છે. પરંતુ તેમાં કોઇ નવો અભ્યાસક્રમ ઊમેરવાનો નથી. જયારે ધો.૯માં આગળનું ધો.૮ પ્રાથમિકમાં જતું હોવાથી તેના અભ્યાસક્રમમાં પણ ધરમૂળથી ફેરફારો કરવાના છે. ત્યારે ધો.૯માં આગામી સત્રથી સેમેસ્ટર પધ્ધતિ દાખલ કરવાનું નક્કી કરતા તેના અભ્યાસક્રમ કેવી રીતે બાળકોને ભણાવવો તેમજ બીજા કયા પ્રકરણો નવા ઊમેરવા તે વિષે શકય તેટલો જલદી અભ્યાસક્રમ તૈયાર કરવા માટે રાજય શિક્ષણ વિભાગ દ્વારા ૪૦ જેટલા ચુનંદા આચાર્યોની તાલીમ શરૂ થઇ ગઇ છે. આ તાલીમમાં આચાર્યોને ધો.૯માં બદલાયેલા અભ્યાસક્રમ કોર્ષ મોડ્યૂઅલ, નવા ઊમેરાયેલા પ્રકરણ, સેમેસ્ટર પધ્ધતિ સહિતની વિદ્યાર્થી-શિક્ષકો પાસેથી કેવી કામગીરી લેવી તે સંદર્ભમાં સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે. ઊલ્લેખનીય છે કે ૪૦ ચુનંદા આચાર્યોને કી રીસોર્સ પર્સન તરીકે તાલીમ આપ્યા બાદ આ ૪૦ આચાર્યો પોતાની હાથ નીચે રાજયના ૨૦૦થી વધુ રિસોર્સ પર્સન તૈયાર કરશે અને ત્યારબાદ આ રિસોર્સ પર્સન દ્વારા રાજયના તમામ જિલ્લાઓની ધો.૯ની શાળાના શિક્ષકો માટે એપ્રિલના અંતમાં તાલીમ યોજાશે.

અમદાવાદની BRTS - દુબઇમાં બે આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત

બીઆરટીએસે ડિઝાઇન અને નોલેજ એન્ડ રિસર્ચ એવોર્ડ પ્રાપ્ત કર્યા.

અમદાવાદની બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમે (બીઆરટીએસ) દુબઇમાં બે ઈન્ટરનેશનલ એર્વોર્ડ પ્રાપ્ત કર્યા છે.

આ બે ઈન્ટરનેશનલ એવોર્ડ ડિઝાઇન-ડેરગ એમ્બિશન એવોર્ડ અને નોલેજ એન્ડ રિસર્ચ એવોર્ડ માટે મળ્યા છે.

ગુરુવારે દુબઇમાં ૫૯મી યુનિયન ઇન્ટરનેશનલ ડેસ ટ્રાન્સપોર્ટસ પબ્લિક એવોર્ડ (યુઆઇટીપી) વર્લ્ડ કાગ્રેસમાં

અમદાવાદની બીઆરટીએસે બે ઈન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવાનું બહુમાન મેળવ્યું છે. યુઆઇટીપી ડબલગ ધી પબ્લિક ટ્રાન્સપોર્ટ માર્કેટ શેર વર્લ્ડવાઇડ કે જે પીટીએકસ-૨ તરીકે જાણિતી છે તેને લોન્ચ કર્યુ હતું.

પીટીએકસ-એ નોલેજ એન્ડ રિસર્ચ એવોર્ડ બેસ્ટ ડિઝાઇન માટે સેન્ટર આૅફ એકસીલન્સ ઇન અર્બન ટ્રાન્સપોર્ટ (સીઓઇ) સેન્ટર ફોર એન્વાર્યમેન્ટલ પ્લાનગ એન્ડ ટેક્નોલોજી યુનિર્વિસટીએ (સેપ્ટ) જાહેરાત કરી હતી.

દુનિયામાંથી પાંચ સંસ્થાઓને ફાઇનલ રાઊન્ડના રીઝનલ એવોર્ડ કેટેગરીને શોર્ટ લીસ્ટેડ યુનિર્વિસટીએ કર્યા હતા. યુનિર્વિસટીના આયોજીત આ એવોર્ડ સમારંભમાં ૪૩ દેશોમાંથી ૧૫૫ એન્ટ્રીઓ નાધવામાં આવી હતી.

મણિનગરની મ્યુ. શાળાઓસ્વૈચ્છીક સંસ્થાઓને સાપી દેવાની હિલચાલ

કોર્પોરેશનની સ્કૂલોમાં કથળતા શિક્ષણ માટે શિક્ષકો સાથે સત્તાના દલાલો પણ જવાબદાર.

મુષ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર મણિનગરમાં આવેલી આશરે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ૨૨ જેટલી મ્યુ. શાળાઓને કોઇ સ્વૈચ્છીક સંસ્થાને ચલાવવા આપી દેવાની પેરવી ચાલી રહી છે. બધુ ઠીક રહ્યું તો એનજીઓ શાળાઓ શરૂ કરવા આમ દેવામાં આવશે. પણ પ્રજા એ કહે છે કે આટલા વર્ષોમાં મ્યુ. શાળાઓમાં શિક્ષણના કથળતા સ્તર માટે જેટલા શિક્ષકો જવાબદાર છે.

તેટલા જ સતાના દલાલો પણજવાબદાર ખરા ? આજસુધી ગરીબ બાળકોને ગુણાવતા સભર શિક્ષણ માટે પ્રયત્નો જ થયા નથી. હવે કથળતું શિક્ષણ આપી ગરીબોના બાળકોને શાળાઓથી દૂર કરી હવે એનજીઓનો પ્રવેશ કરાશે અને મધ્યસ્થીના નામે શાળાઓની મોકાની કરોડો-અબજોની જમીનો પધરાવી દેવામાં આવે તો નવાઇ નહિ ? અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ૪૦૦થી વધુ મ્યુ. પ્રા.શાળા, અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત છે જેમાં ૧.૬૦ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. બાળકોને મ્યુ. સ્કૂલોમાં શિક્ષણના નામે કશું જ આપવામાં આવતું નથી. તો પણ હવે શિક્ષણ - સુધારણાની આડમાં મ્યુ. કોર્પોરેશનના સતાવાળાઓએ મ્યુ. શાળાઓ ખાનગી કંપનીઓ અને એનજીઓને આપવાની તૈયારીઓ શરૂ કરી છે. પહેલાં વારો મોદીના મતવિસ્તાર મણિનગરની ૨૨ જેટલી શાળાઓ એનજીઓ ને અપાશે. આમ કરવાથી પહેલા શાળાઓ ચલાવવા એનજીઓને શાળાઓ અપાશે. પછી શાળામાંથી વિદ્યાર્થીઓ ન આવે તેવી વ્યવસ્થા કરાશે પછી શાળાઓની કરોડોની જમીનો પર કબ્જો થશે. આવી મેલીરમત ચાલી રહી હોવાનું સૂત્રો કહે છે.

ડિપ્લોમા ઇજનેરી પરીક્ષાનાં પરિણામો તાકીદે જાહેર કરો

પરીક્ષા પૂર્ણ થયાને ૩ મહિનાનો ગાળો થયો હોવા છતાં પણ પરિણામો જાહેર કરાતા નથી.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વિસટી દ્વારા લેવાયેલ ડિપ્લોમા ઇજનેરી પરીક્ષાના ત્રણ મહિલા જેટલો સમય થયો છતાં ૪૫ હજાર વિદ્યાર્થીઓનાં પરિણામો સમયસર જાહેર થયા નથી, જેનાં માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વિસટીનાં સત્તાવાળાની વહીવટી અનિયમિતતા અને ઊદાસીન વલણ હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોગ્રેસ પ્રવકતા અને ગુજરાત યુનિવર્સટીના સિન્ડીકેટ સભ્ય મનિષ દોશી (એન્જિનિયર)એ જણાવ્યું હતું કે,

ચાર વર્ષ કરતાં વધુ સમય થયાં છતાં યુનિર્વિસટીમાં કાયમી જગ્યા ભરાતી નથી.

યુનિર્વિસટી સત્તાવાળા રોજ નવા નવા નુસખાની જાહેરાત કરવામાં ઊત્સાહી છે. મોટાભાગની કોલેજો અપૂરતા અધ્યાપકોથી કાર્યરત છે. કોલેજના શૈક્ષણિક સત્રમાં બહુ ઓછા દિવસો ભણાવવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ૨૮ સરકારી અને ૫૨ સ્વનિર્ભર પોલીટેકનિકના ૪૫ હજાર જેટલાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન-માહિતી માટે કોઇ વ્યવસ્થા નથી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વિસટી સત્તાવાળા અને સ્વનિર્ભર કોલેજોનાં મોટાભાગનાં સંચાલકોની અનુકુળ સાંઠગાંઠથી ટેકનિકલ શિક્ષણને ભારે નુકસાન થઇ રહ્યું છે.

સ્થાનિકએરટ્રાફિકગ્રોથમાં ભારતવિશ્વમાંબીજાક્રમાંકે


બ્રાઝિલ ભારત કરતા પણ આગળ રહ્યું છે. વિશ્વમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક ગ્રોથ મામલે ભારત બ્રાઝિલ બાદ  બીજા ક્રમાંકે છે. ગ્લોબલ એરલાઇન બોડીઆઇટા દ્વારા જારી કરવામાં આવેલાઆંકડામાં આ મુજબનો ધડાકો  કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઇટા) દ્વારા ફેબ્રુઆરી મહિના માટે વૈશ્વિક ટ્રાફિકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે ભારત મોટા વેશ્વિક બજારમાં બીજા સ્થાન પર છે. ભારતમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક ગ્રોથ ૧૨.૩ ટકાની આસપાસ છે. ભારત બ્રાઝિલ
બાદ બીજા સ્થાને છે. બ્રાઝિલમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક ગ્રોથ ૧૬.૩ ટકાની આસપાસ છે. જે સાબિત કરે છે કે બ્રાઝિલમાં વિમાની યાત્રા કરતા લોકોની સંખ્યામાં ખુબ ઝડપથી તેજી આવી છે. અગાઉના વર્ષની
સરખામણીમાં બ્રાઝિલમાં સૌથી ઝડપથી ગ્રોથ રેટ રહ્યો છે. બ્રાઝિલમાં માંગમાં ૧૭.૯ ટકાનો ઉલ્લેખનીય વધારો થયો છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કેરિયર્સ તેની સીટ પૈકી ૭૫.૪ ટકા ભરી રહ્યા છે.

Thursday, May 10, 2012

એનિસ્ટન થેરોક્સ સાથે રહીને ખૂબ સુરક્ષિત છે

જેનિફર એનિસ્ટન પ્રેમ પ્રકરણના મામલામાં એકલી ભાગ્યશાળી રહી નથી. વારંવાર લાઈફમાં એનિસ્ટનને એક પછી એક ફટાકાઓનો સામનો કરવા પડયો છે. સૌથી પહેલા અભિનેતા બ્રાડપીટની લાઈફમાંએન્જેલિના આવતા જેનિફર એનિસ્ટન સાથે તેના સંબંધોને અંત આવ્યો હતો. ત્યારબાદ અન્ય અનેક અભિનેતાઓ સાથે તેના સંબંધોની ચર્ચા રહી હતી. અને ડેટ ઉપર પણ રહી હતી. પરંતુ હવે જેનિફર એનિસ્ટન ફરી એકવાર નવા પ્રેમીની શોધ પુરી થયા બાદ સંતુષ્ટ દેખાઈ રહી છે. જેનિફર એનિસ્ટને કહ્યું છે કે જસ્ટિન થેરોક્સ સાથે તે પોતાને બિલકુલ સુરક્ષિત અનુભવ કરે છે. ૪૩ વર્ષીય અભિનેત્રી જેનિફર એનિસ્ટન તેના નવા પ્રેમી ૪૦ વર્ષીય થેરોક્સને લઈને ખુશ છે. તેનું કહેવું છે કે થેરોક્સ તેને ખૂબ જ સાચવી રહ્યો છે. તે ખૂબ જ સારા માનવી તરી કે પણ છે. ઓસ્ટ્રેલિયન મેરીક્લેયર સાથેની વાતચીતમાં આ મુજબની વાત એનિસ્ટને કરી હતી. જેનિફર એનિસ્ટને નવી ફિલ્મ વન્ડરલસ્ટ અંગે પણ વિસ્તારપૂર્વક વાતચીત કરી છે.

વિશ્વમાંથી લુપ્ત થતાં ચિત્તાઓને ગુજરાતમાં વસાવવાની તૈયારીઓ

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે રાજયના ફોરેસ્ટ વિભાગને ચિત્તાના વસવાટ માટે યોગ્ય રિપોર્ટ તૈયાર કરવા કહ્ય

વિશ્વમાં આજે ‘એવા કેટલાય પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે જેના માત્ર ફોટા જોઈને કહેવાય છે કે આ જંગલી પ્રાણી આપણા દેશમાં હતું આપણી આવનારી પેઢી માટે અને પર્યાવરણ ચક્ર માટે દરેક વિલુપ્ત થતી જાતિઓનું રક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે. ત્યારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય ગુજરાતમાં ચિત્તાનો વસવાટ ઊભુ કરવા માંગે છે. દુનિયામાંથી ઝડપી વિલુપ્ત થતી જાતિઓમાંની એક જાતિ ચિંતાઓ પણ છે તેથી તેને
બચાવવા માટે આફ્રિકાના દેશોમાંથી લાવીને ભારતમાં વસાવવાની યોજના છે. તેના વસવાટ માટે ગુજરાતમાં જોકોઈ અનુકૂળ જગ્યા હોય તો તેનો રિપોર્ટ પર્યાવરણ મંત્રાલયે ગુજરાત વનવિભાગ પાસે
મંગાવ્યો છે. જો બધુ બરોબર બેસે તો ગુજરાતમાં સિંહ બાદ ચિત્તાઓ પણ જોઈ શકાશે.

આફ્રિકાના વિવિધ દેશો જેવા કે કેન્યા, ટાન્ઝાનીયા, યુગાન્ડા કે ઝિમ્બાવે.

Wednesday, May 9, 2012

શહેરમાંઅન્નમ્બ્રહ્મયોજનાઅંતર્ગત ૬૪૩લાભાર્થીઓનેઅનાજઅપાયું

એપીએલ યોજનામાંથી બચત થયેલો અનાજનો જથ્થો અન્નમ્ બ્રહ્મના લાભાર્થીને અપાય છે

અમદાવાદ શહેરમાં ગત એપ્રિલ ૨૦૧૦થી શરૂ કરવામાં આવેલી અન્નમ બ્રહ્મ યોજનામાં એપીએલ યોજનામાંથી બચતમાં રહેતા અનાજના જથ્થામાંથી અનાજમાંથી કુલ ૬૪૩ લાભાર્થીઓને અનાજનું વિતરણ
કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં અન્નમ બ્રહ્મ યોજના શરૂ કરવામાં આવી તે અંગે એલિસબિ્રજના ભાજપ ના ધારાસભ્ય રાકેશ શાહે પૂછેલા પ્રશ્નનો લેખિતમાં ઉત્તર આપતા નાગરિક પુરવઠા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજય સરકારે વર્ષ ૨૦૧૦-૧૧ના ગત વર્ષમાં એપ્રિલ ૨૦૧૦માં આયોજના શરૂ કરવામાં આવી હતી. આ અન્નમ્ બ્રહ્મ યોજના માટે કોઈ પ્રકારનો જથ્થો રિઝર્વ રાખવામાં આવતો જ નથી. પરંતુ એપીએલ યોજનામાંથી બચતમાં રહેલા અનાજના જથ્થામાંથી અન્નમ્બ્રહ્મ યોજનાના લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવે છે તેવી માહિતી રાજયના પૂરવઠા પ્રધાને ગૃહમાં આપી હતી. વધુમાં જણાવતા કહ્યું કે રાજય સરકારે એપ્રિલ ૨૦૧૦માં શરૂ કરેલી અન્નમ્ બ્રહ્મ યોજના હેઠળ ૬૪૩ જેટલા લાભાર્થીઓએ અનાજની માંગણી કરી હતી.

જાપાનની તારાજીથી ગુજરાતનાઉદ્યોગનેફટકોપડશ

અંલગના શિપ બ્રેકિંગ યાર્ડમાં ક્લીન ટેકનો પ્લાન નાખવાનો હતો.  કુદરતી આફતને પગલે દિલ્હી-મુંબઈ કોરીડોર પ્રોજેક્ટને ફટકો પડે તેવી આશંકા.

જાપાનમાં તાજેતરમાં આવેલા ભૂકંપ અને સુનામીથી ભારે ખાનારાખરાબી સર્જાઈ છે. દહેશત વચ્ચે ફફડતા  પાનના લોકો હિજરત કરવાના મૂડમાં આવી ગયા છે. જાપાનની આકસ્મિક ભારે તારાજીથી ગુજરાતના પ્રોજેક્ટોને સીધી અસર થવાના ભણકારા વાણી રહ્યા છે. કેન્દ્ર સરકાર પ્રેરિત દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરીડોરના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં જાપાન ભાગીદાર છે. તેને અસર થવાની દહેશત સર્જાઈ છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં જાપાન ભાગીદાર રાષ્ટ્ર હતું. જાપાનની કંપનીએ ગુજરાતમાં જંગી રોકાણ કરવા રસ દર્શાવવા સાથે કરાર પણ કર્યા હતાં હવે આજની સ્થિતિએ આ કરારો આધારિત પ્રોજેક્ટોના અમલી કરણમાં બ્રેક લાગી છે.

જેને લીધે ર્આિથક નુકશાન ગુજરાતે સહન કરવાનો વારો આવ્યો છે. જાપાને અલંગના પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ઔદ્યોગિક ઝોનમાં અત્યાધુનિક ટેક્નોલોજીથી કચરાનારી સાયકલિંગ પ્રોજેક્ટ બાબતે પણ રસ ધરાવી વાત ચીત કરી હતી. જાપાનના વિદેશ વ્યાપાર સંગઠનના નેજા હેઠળ પ્રતિનિધિ  મંડળે અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં કલીન ટેક્નોલોજીનો પ્લાન્ટ નાખવાનો કરાર કર્યો હતો. જાપાનની કાર ઉત્પાદ ક કંપની નિસાન પણ રોકાણ માટે તૈયાર હતી. પરંતુ હવે કુદરતી આફતથી સર્જાયેલી તારાજીથી
ગુજરાતને મોટો ર્આિથક ફટકો પડે તેવી દહેશત સેવાઈ રહી છે. એક જાણકારી અનુસાર સુરતનો હિરા ઉદ્યોગ પણ જાપાન સાથે ખૂબજ સારી રીતે સંકળાયેલો છે.

ત્યારે હાલની કટોકટી ભરી સ્થિતિમાં વેપાર-ધંધાને લીધે ગુજરાતને સીધી અસર પહોંચશે. ગુજરાતનો લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લાં બે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં જાપાને રસ દર્શાવી સમિટમા જાપાન ભાગીદાર રાષ્ટ્ર બન્યું હતું. ગુજરાતની આંબોહવા અને તમામ પ્રકારની ઉદ્યોગ માટે અનુકૂળ  તાવરણ હોવાથી જાપાને ગુજરાત સમિટમાં રસ દર્શાવ્યો હતો. પરંતુ હવે જાપાનમાં કુદરતી આફત વચ્ચે તારાજી સર્જાતા રાજય સરકારના અધિકારીઓ પણ નિર્ધારિત રોકાણ આવવા સામે સૂચક પ્રશ્નાર્થ દર્શાવીરહ્યા છે.જોકે એક વર્ષનું એવું પણ કહેવું છે અને માને છે કે ભયંકર તારાજી થતાં કેટલીક કંપનીઓ સસ્તી મજૂરી, સસ્તી જમીન અને સંતોષકારક માળખાકીય સુવિધાથી લલચાઈને ગુજરાતમાં ખેંચાઈ શકે તેમ છે. દિલ્હી-મુંબઈ કોરીડોર પ્રોજેક્ટને ફટકો પડે તો પણ અન્ય રોકાણ નિર્ધારિત કરતાં પણ વધી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર ધોલેરાના વિકાસ માટે ઉત્સુક છે. તેનો સર્વે કર્યા પછી ધોલેરા ખાતે  ની જાપાની ટાઉનશિપ બનાવવાના કરાર પણ કરવામાં આવ્યા છે.

Saturday, May 5, 2012

ગિરનારની પરિક્રમાની તૈયારી આદરતું તંત્ર સોમવારે બેઠક


પ્રકૃતિની ગોદ સમા જૂનાગઢના ભવનાથમાં યોજાતી લીલી પરિક્રમામાં દેશ-વિદેશથી લાખો યાત્રાળુઓ જોડાય છે ત્યારે થોડા જ દિવસોમાં શરૂ થનાર લીલી પરિક્રમામાં યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા અર્થે તેમજ ખાણી-પીણીની વેચાણ વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા અંગે આગામી દિવસોમાં જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાનાર છે.

પરિક્રમા માર્ગ રિપેરિંગ ટૂંક સમયમાં શરૂ કરાશે. પરંપરાગત રીતે ગરવા ગિરનારની ગોદમાં ર્કાિતક અગિયારથી યોજાતી લીલી પરિક્રમા આગામી તા. ૬/૧૧થી શરૂ થનાર છે ત્યારે તંત્ર દ્વારા પરિક્રમામાં આવતા લાખો યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટેના તમામ આયોજનો અત્યારથી હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આગામી તા. ૧૦ના બપોરે ૧૨ કલાકે જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાનાર બેઠકમાં પરિક્રમા દરમિયાન ટ્રાફિક નિયમન, વાહન વ્યવહાર સુવિધાઓ અને વ્યવસ્થાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓ, દૂધના વેચાણ અંગેની વ્યવસ્થા તથા પરાક્રમાર્થીઓના આરોગ્ય તેમજ કાયદો અને વ્યવસ્થાપનની જાળવણી માટેના આયોજનો હાથ ધરાશે ત્યારે સંબંધિત અધિકારીઓને તેમની હેઠળ આવતી બાબતોની આધુનિક માહિતી સાથે બેઠકમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

Friday, May 4, 2012

નાના કરદાતાઓ માટે સુગમ રિટર્ન ફોર્મ બહાર પડાશે

પાંચ લાખથી વધુ રિટર્ન ભરનારા ગ્રામ્ય કરદાતાઓને શહેરમાં આવવું પડશે નહ. નાના કરદાતાઓ માટે

‘સુગમ’ ઈન્કમટેકસ રિટર્ન ફોર્મ બહાર પાડવાનો નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ ૨૦૧૧-૧૨માં બજેટમાં નાના કરદાતાઓ ટેકસમાં સરળતા માટે આ ફોર્મ બહાર પાડવાનું જણાવ્યું હતું.

બીજી તરફ ચીફ કમિશ્નર દ્વારા સીબીડીટીમાં રજૂઆત બાદ સીબીડીટીએ આઇટીઓની એસેકસમેન્ટ લિમિટમાં ફેરફાર કરવાની સત્તા અપાઇ છે તેમાં હવે ગ્રામ્ય વિસ્તારના નાના કરદાતાઓએ કે જે પાંચ લાખથી વધુ રિટર્ન ભરતાં હોય તેવાને શહેરમાં આવવું પડશે નહ. નાના કરદાતાઓના સુગમ ફોર્મ અંગે ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી સંભાવના છે. આ સુગમ ફોર્મથી નાના બિઝનેસમેન અને વ્યવસાયિકો માટે બોજ ઘટશે. આવકવેરા રિટર્ન સરળ અને વપરાશકર્તા માટે ઊપયોગી બનાવવાના સરકારના પ્રયાસો મુજબ નવું ફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આઇટી સૂત્રોના જણાવ્યા અનુસાર નાના કરદાતાઓ શહેરમાં રિટર્ન ભરવા આવવું પડતું હતું. તેમાં ટેકનિકલ ખામીઓ ઉભી થતાં મોટી રકમના રિટર્ન ભરનાર ગ્રામ્ય વિસ્તારના કરદાતાઓ ગામડામાં જ રિટર્ન ભરી શકે તેના માટે સુધારો કરવો પડ્યો હતો.કામની સ્થિતિમાં અસંતુલન હોવાને કારણે ચીફ ઈન્કમટેકસ કમિશ્નરને જરૂર પડે તો પાંચ લાખથી મોટી રકમનું રિટર્ન ભરવાની સત્તા સીબીડીટીએ આપી છે જેથી નાના કરદાતાઓને ફાયદો થશે. નાના કરદાતાઓને જટીલ ઈન્કમટેકસનું ફોર્મ ભરવાથી મુકિત મળી જશે. બે પાનાવાળું આ સુગમ ફોર્મ નાના કરદાતાઓ માટે ફળદાયક રહેશે. નીલ ફાઇલ કરતા કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની જરૂરિયાત નથી.

Thursday, April 19, 2012

જીપીએસસીની પરીક્ષા પાસ કરનાર ૩૧૬ ઊમેદવારોનું ભાવિ અધ્ધરતાલ

વર્ષ ૨૦૦૬માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ ગત મે મહિનામાં આવ્યું છતાં ઊમેદવારો નોકરીથી વંચિત.

ગુજરાત પબ્લિક ર્સિવસ કમિશન દ્વારા એક વર્ષને બદલે પાંચ વર્ષ પૂરી થયેલી વર્ગ ૧ અને ૨ ની ભરતી પ્રક્રિયા કોઇ પોસ્ટગ અપાયું નથી. એક વર્ષ પહેલાં અંતિમ પરિણામ જાહેર થવા છતાં આજસુધી એક પણ ઊમેદવારના ઘરે ટ્રેનગ કે અન્ય કોઇ પત્ર ન આવતાં પાસ થયેલા ઊમેદવારોની સ્થિતિ કફોડી બની છે.

રાજય સરકારની આ એક આગવી ઓળખ છે. કે પરીક્ષાઓ જાહેર કરી દે છે. પછી તેના પરિણામો એકાદ વર્ષે કે પછી દોઢ બે વર્ષે જાહેર કરે છે. અને ત્યારબાદ પાસ થયેલા ઊમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂમાં બીજા છ - સાત
મહિના અને પછી તેમાં પાસ થયેલા ઊમેદવારોને નોકરી આપવામાં બીજું એકાદ વર્ષ થાય છે. એ આવું જ કંઇક
૨૦૦૬માં જીપીએસસીની પરીક્ષા પાસ કરનાર ઊમેદવારો સાથે થયું છે.

જીપીએસસી દ્વારા વર્ષ ૨૦૦૬માં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ આફ પોલીસ, મામલતદાર,જિલ્લા રજિસ્ટ્રાર, ટીડીઓ, સેકશન આૅફિસર વગેરે પોસ્ટ માટે ૩૧૬ ઊમેદવારોની ભરતીની જાહેરાત આવી હતી. સમગ્ર ભરતી પક્રિયા એક વર્ષમાં પૂરી કરવાના બદલે જીપીએસસી એ ઊમેદવારોની ભરતી પ્રક્રિયા પાંચ વર્ષ સુધી ચલાવે રાખી ગત
મે મહિનામાં તેનું છેલ્લું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેમાં ૩૧૬ ઊમેદવારોને ઊત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા પરિણામ જાહેર થતાંની સાથે જ ટ્રેનગ અને અન્ય પ્રક્રિયાઓ તરત જ શરૂ થતી હોય છે. આથી કેટલાક ઊમેદવારોએ પોતાની નોકરી પણ છોડી દીધી હતી. જોકે પરિણામ જાહેર થયાના એક વર્ષ બાદ પણ હજુ સુધી સામાન્ય વહીવટ વિભાગ અને જીપીએસસી બંને વચ્ચે ઊમેદવારોને કયારે પોસ્ટગ આપવું તે બાબતે કોઇ જ ચર્ચા થઇ નથી.

Friday, April 13, 2012

વધુ ૪૫૦ બસોથી લોકોની પરેશાની દૂર થવાની શકયતા

અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવાની જીવાદોરી સમાન એએમટીએસ બસોની ઓછી સંખ્યાના કારણે પ્રવાસીઓ માટે બસ સેવાનો ઊપયોગ કરવો હેરાન ગતિરૂપ બની રહ્યો છે.

જોકે હવે આ સમસ્યાના ઊકેલ માટે સત્તાધીશોએ નવી ૨૫૦ બસો ખાનગી ઓપરેટરો દ્વારા દોડાવવા નિર્ણય કર્યો છે.

આ માટે તાજેતરમાં જ ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. ઊપરાંત મે માસના અંત સુધીમાં જેએનએન પુરવાર હેઠળની નવી ૨૦૦ બસો પણ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ ર્સિવસને પ્રાપ્ત થશે. જેની ૪૫૦ જેટલી બસોનો વધારો થશે. આમ એએમટીએસનો બસ કાફલો ૧ હજાર બસો કરતાં વધી જશે.

Wednesday, April 11, 2012

મુખ્યપ્રધાન મોદીની કામગીરીથી અન્ના હઝારે ખૂબ જ પ્રભાવિત

મોદી અને નિતીશે ગ્રામીણ સ્તર સુધી જે કામ કર્યું છે તે પ્રશંસનીય છે દેશહિત માટે પ્રશ્નો નહ ઊઠાવવાં બાબા રામદેવને અપીલ.

લોકપાલ બિલ માટે જોઇન્ટ કમિટી બનાવવા માટે સરકારને ફરજ પાડનાર અન્ના હજારે એ બિહારનાં મુખ્યમંત્રી નિતીશ કુમાર અને ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે જે રીતે આ બંને રાજયોનાં મુખ્યમંત્રીઓએ નીચલા સ્તરે જઇને કામ કર્યું છે.

તેવી જ રીતે બીજી સરકારોએ પણ કામ કરવું જોઇએ. અણ્ણા હજારે એ કહ્યું હતું કે, તેમનાં નિવેદનનો રાજકીય રીતે કોઇપણ અર્થ કાઢવો જોઇએ નહ.

અન્ના એ કહ્યું હતું કે, તેઓ બંને રાજયોનાં મુખ્યમંત્રીઓનાં કામની પ્રશંસા કરી રહ્યા છે. કોઇપણ પાર્ટીનાં પક્ષમાં અથવા તો વિપક્ષમાં તેઓ નથી. પત્રકાર પરિષદમાં અણ્ણાએ મુસદ્દો તૈયાર કરવા માટે બનાવવામાં આવેલી
જોઇન્ટ કમિટીમાં કોઇપણ પ્રકારનાં ફેરફારથી પણ ઇન્કાર કર્યો હતો.

યોગ ગુરૂ બાબા રામદેવ સાથે મતભેદ અંગે અણ્ણાએ કહ્યું હતું કે, કમિટીમાં કિરણ બેદીને સામેલ ન કરવાને લઇને રામદેવ સાથે મતભેદ હતાં. કિરણ બેદીએ પોતે જ કમિટીમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો. અણ્ણાએ કહ્યું હતું કે, તેઓ આ મામલે યોગ ગુરૂ બાબા રામદેવ સાથે વાતચીત કરશે. હાલનાં સમયે આ બાબતની જરૂર છે કે ભ્રષ્ટાચારની સામે કઇ રીતે મજબૂત રીતે ઊભરીને આગળ આવવામાં આવે.

હજારે એ એમ પણ કહ્યું હતું કે, તેઓને સંસદ અને લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ પ્રતિનિધિ ભ્રષ્ટાચારી
હોવાની સ્થિતિમાં પ્રજાની પાસે આંદોલન કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી.

Saturday, March 24, 2012

Ahmedabad Municipal Corporation - અંદાજે ૧૮૦ કરોડ વસૂલવાના બાકી

અમદાવાદ મ્યુનિ. ના ટેક્ષ વિભાગ નાણાકીય વર્ષના અંતે રૂપિયા ૪૫૦ કરોડ જેટલી ટેક્ષની આવકનો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે. તે છતાં હજુ પણ ટેક્ષ વિભાગે ૧૮૦ કરોડની વસૂલાત કરવાની બાકી રહે છે. જેમાં શહેરની વિવિધ ૬૦ જેટલી મિલકતોમાં બંધ મિલો, ઈન્ડસ્ટ્રીઝ, કંપનીઓ, મકાનો કોર્મિશયલ બિલ્ડગ વગેરેનો સમાવેશ થવા જાય છે.

અમદાવાદ મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા નાણાકીય વર્ષના અંતે રૂ. ૪૫૦ કરોડના ટેક્ષની આવકનો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે. છતાં હજુ અંદાજે ૧૮૦ કરોડની ટેક્ષની વસૂલાત કરવાની બાકી રહે છે.

તાજેતરમાં મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા પ્રોપર્ટી ટેક્ષની વસૂલાત માટે સઘન સીલગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ રિબેટ યોજના જાહેર કરવામાં આવી હતી. રિબેટ યોજનામાં મ્યુનિ.ના ટેક્ષ વિભાગને ધારી સફળતા મળતા તંત્રને મોટાપાયે ટેક્ષની આવક પ્રાપ્ત થઇ હતી.

યોજનામાં સફળતા મળી હોવા છતાં મ્યુનિ. તંત્રના ટેક્ષ વિભાગે જણાવ્યું હતું કે, હજુ અંદાજે ૧૮૦ કરોડનો મિલકતવેરો વસૂલ કરવાનો બાકી રહે છે.

Wednesday, March 21, 2012

Gujarat Educational News - ૯ થી ૧૨ ના શિક્ષકોને સરખો પગાર સ્કેલ

ધો. ૯થી ૧૨ સળંગ યુનિટ થતાં સમાન પગાર ધોરણનો શિક્ષણ બોર્ડનો નિર્ણય.

રાજયમાં આવેલી માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શાળાઓની જુદી જુદી પેટર્નને બદલીને હવે એક જ સળંગ યુનિટ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે ત્યારે હવે સળંગ યુનિટ બાદ શિક્ષણ વિભાગ દ્વારા ધો. ૯ થી ૧૨ સુધી ભણાવતાં તમામ શિક્ષકો પગારસ્કેલ સરખા કરવાનું વિચારી રહી છે.

રાજય સરકારે તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે જેમાં ધો. ૮ને પ્રાથમિક શિક્ષણમાં ભેળવી દેવામાં આવ્યું હતું. જયારે ધો. ૯ થી ૧૨ને એક સળંગ યુનિટની ઘોષણા કરવામાં આવી.

શાળાઓમાં પહેલા ધો. ૧ થી ૭ પ્રાથમિક, ૮ થી ૧૦ માધ્યમિક અને ૧૧ થી ૧૨ ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. હવે માત્ર ૧ થી ૮ અને ૯ થી ૧૨ એ બે યુનિટ લેશે. જેનો શિક્ષકો વિરોધ નાધાવી રહ્યાં છે.

સળંગ યુનિટની વાતનું વિરોધ નાધાવતો એક શિક્ષક જણાવે છે કે ધો. ૯ થી ૧૨નું સળંગ યુનિટ કરવાથી રાષ્ટ્રીય
તરાહનું ખંડન થાય છે. આખા દેશમાં ધો. ૯ થી ૧૦ માધ્યમિક અને ધો. ૧૧ અને ધો. ૧૨ ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા છે.

ધો. ૯ થી ૧૨માં ફરજ બજાવતાં શિક્ષકોમાં પણ પગારના સ્કેલ જુદા જુદા છે ત્યારે સંચાલકોમાં પણ શિક્ષકની નિમણૂકને લઇને વ્હાલાદવાલાની નિતિ આવવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે ગુજરાત સરકારના માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ એવી વ્યવસ્થા ગોઠવવા જણાવવામાં આવી રહ્યું છે કે ધો. ૯ થી ૧૨ સુધીમાં ફરજ બજાવતા તમામ શિક્ષકોને એક જ સરખો પગારસ્કેલ મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

Saturday, March 10, 2012

IIM Ahmedabad - દેશમાં ૨૦૧૫ માં ૩.૫ કરોડ ટન ખાતરની જરૂર પડશે

જમીન પર શું ચાલી રહ્યું છે તે ચકાસીને ઠીક કરવા તથા પર્યાવરણને થતી હાનિ અટકાવવા પગલાં લેવાની જરૂર.

દેશમાં જમીન ખેતી હેઠળ હોય તેમાં સચાઇ પાકની સંખ્યા અને ઊત્પાદકતા વધારવી પડશે. જેને પહાચી વળવા ૨૦૧૫- ૨૦૧૬ના વર્ષમાં દેશને સાડાત્રણ કરોડ ટન અને ૨૦૨૦માં દેશને ચાર કરોડ ટન ઊપરાંત ખાતરની જરૂર પડશે. દેશમાં ૨૦૦૯-૧૦ના છેલ્લા પ્રાપ્ત આંકડા અનુસાર ખાતરનો કુલ વપરાશ સવા બે કરોડ ટનથી સહેજ વધારે હતો.

આઇઆઇએમ અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ થયેલા સંશોધન પેપરમાં આ વિગતો આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ આઇઆઇએમના કેટલાક ખેતી વિષયના નિષ્ણાતો દ્વારા એક ચાકાવનારો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. જેમાં પહેલા આપણો દેશ નાઇટ્રોજન અને પોટાશના ખાતરના ક્ષેત્રે અગાઊ ખાસ્સો સ્વનિર્ભર હતો પરંતુ પાછલા પાંચ-છ વર્ષમાં એક તરફ પોટાશ ઊપરાંત નાઇટ્રોજન અને ફોસ્ફરસના
નિકાસનું પ્રમાણ ખૂબજ વધ્યું છે.

દેશમાં ખાતરની આયાત વર્ષ ૨૦૦૦માં વીસ લાખ ટન હતી. તો ૨૦૦૮માં એક કરોડ ટનને વટાવી ગઇ હતી. ૨૦૦૯- ૧૦ના વર્ષમાં દેશના કુલ એનપીકે ખાતરના વપરાશનો ૪૧ ટકા હિસ્સો આયાતી હતો. આવનારા વર્ષોમાં આ ત્રણેય તત્ત્વોનો વપરાશ વધતો જવાનો છે. રાસાયણિક ખાતરના માંગ અને પુરવઠાના તાજેતરના વર્ષોમાં નાધાયેલા વધતા તફાવતના પરિણામે સ્થાનિક ઊત્પાદન વધારવા પર પૂરતું ધ્યાન ન અપાતા તમામ મદાર
આયાત પર ઢોળી દેવામાં આવ્યો હોય તેવું ચિત્ર નજર સમક્ષ આવે છે.અમદાવાદ આઇઆઇએમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશના પૂર્વ હિસ્સામાં ખાતરનો વપરાશ સૌથી ઓછો છે. જયારે દક્ષિણ ભારતમાં થોડો
વધુ પશ્ચિમ ભારતમાં તેથી થોડો વધુ અને ઊત્તર ભારતમાં ખાતરનો ઊપયોગ સૌથી વધુ જણાયો છે.

અહેવાલમાં એ વાત પર ચતા વ્યકત કરવામાં આવી છે કે વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૯ વચ્ચે પ્રતિ હેકટર ૨૦૦ કિલોથી વધુ ખાતરનો વપરાશ કરનાર જિલ્લાની સંખ્યા ૩૬ થી વધીને ૧૧૨ થઇ ગઇ છે એટલે કે આવા જિલ્લા ત્રણગણા થયા છે. વધુમાં દેશમાં ૧૮ ટકા જિલ્લા એવા છે કે જે દેશના કુલ ખાતરનું અડધોઅડધ ખાતર
વાપરે છે. આ જિલ્લાઓમાં જમીન પર શું ચાલી રહ્યું છે તે ચકાસીને સ્થિતિ ઠીક કરવા તથા પર્યાવરણને થતી હાનિ અટકાવવા પગલાં લેવાની જરૂર છે.

Thursday, March 8, 2012

PTC Gujarat 2012 - ટેટ પાસ કરવી પડશ

ટેટની પરીક્ષામાં આઠ પેરામીટર પાર કરીને ઊમેદવારે પાસ થવાનું રહેશે પ્રાયમરી સ્કૂલોમાં ‘શિક્ષક’ બનવા
માટે ઊમેદવારોએ હવે મહેનત કરવી પડશે.

હવે રાજય પ્રાથમિક શાળાઓમાં પણ શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે ઊમેદવારોએ વધારે મહેનત કરવી પડશે. પહેલાં રાજયમાં શિક્ષક તરીકેની નોકરી મેળવવા માત્ર ડિગ્રી અને ઈન્ટરવ્યૂ જ આપવા પડતાં હતા પણ હવે રાજયની પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ થી ૮માં શિક્ષક તરીકે નોકરી મેળવવા માટે ‘ટીચર એલિજિબિલિટી’ (ટીઇટી)ની પરીક્ષા પાસ કરવી પડશે. રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જૂન-૨૦૧૧ થી રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે ટીઇટીની પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જાહેર કરવામાં આવ્યું છે
કે રાજયની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકની નોકરી મેળવવા માટે અરજી કરનાર દરેક ઊમેદવારે પોતાની અરજી સાથે ટીઇટી પાસ કર્યાની માર્કશીટ પણ મૂકવી પડશે. ઊપરાંત ધો. ૧થી ધો. ૫ સુધીમાં શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે ટીઇટીની પરીક્ષામાં લઘુત્તમ ૬૦ ટકા મેળવવા ફરજિયાત છે.

રાજયની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે સારા શિક્ષકો હોવા અનિવાર્ય છે. ટીઇટી પરીક્ષા અનિવાર્ય કરતાં હવે સ્કૂલોમાં સારા શિક્ષકો આવશે.

રાજય સરકાર દ્વારા માત્ર સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે જ નહિ પણ ખાનગી
શાળાઓમાં પણ નોકરી માટે ટીઇટી ફરજિયાત કરાઇ છે. શિક્ષક બનવા માટે ટીઇટીમાં ઊમેદવારોએ ભણવવાની કળા, જનરલ નોલેજ, ર્તાિકક જ્ઞાન અને અપ્ટિટ્યૂટ પ્રકારના ૮ જુદા-જુદા માનાંકોમાંથી પસાર થવું પડશે. આ પરીક્ષાને લગતી તમામ પ્રકારની માહિતી ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. ટીઇટીની પરીક્ષા પાસ કર્યાના પાંચ વર્ષ સુધી તે સ્કોર ઊપયોગી ગણાશે.

Sunday, March 4, 2012

Ahmedabad News 2012 - દર મહિન ૧૨૦૦૦ નવા વાહનો ઠલવાય છે

અગાઊના વર્ષના પ્રમાણમાં ૩૪ ટકાનો સીધો વધારો વધતા જતા વાહનોના કારણે શહેરમાં ટ્રાફીક નિયમનની વકરતી સમસ્યા બીઆરટીએસ સફળ રહેવા છતાં વાહનોની વધતી સંખ્યા સત્તાવાળાઓ માટે ચતાનો વિષય.

કુલ વાહનોની સંખ્યા ૨૫ લાખથી પણ ઊપર પહાચી. આવતા વર્ષોમાં બીઆરટીએસ પણ નહિ ચાલે મેટ્રો ઈઝ મસ્ટ!!

અમદાવાદ શહેરમાં વાહનોનું પ્રમાણ જે પ્રકારે વધી રહ્યું છે તે જોતાં લોકોને આવતા વર્ષોમાં ત્રણથી ચાર કલાક માટે ટ્રાફીક જામની સ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. આવતા વર્ષોમાં બીઆરટીએસ પણ નહિ ચાલે તેના બદલે ઝડપથી મેટ્રો ટ્રેન દોડાવવાની તૈયારીઓ કરવી પડશે તેમ સેપ્ટ યુનિર્વિસટીના અર્બન પ્લાનગ એન્ડ પોલિસીના સૂત્રોએ પણ માનવમિત્રને જણાવ્યું હતું.

અમદાવાદ શહેરના માર્ગો ઊપર દર મહિને બાર હજાર અને વર્ષે સરેરાશ દોઢ લાખ જેટલા નવા વાહનો ઠલવાઈ રહ્યા છે. શહેરની સીમા ને તેના માર્ગો એના એ જ છે તેમાં વાહનોનો વધતો જતો ખડકલો ટ્રાફીક પોલીસ અને મ્યુનિ. સત્તાવાળાઓ માટે ચતાનો વિષય બની રહ્યો છે. છેલ્લા લગભગ દોઢેક વર્ષથી શહેરના વાહનચાલકો સવારે અને સાંજે પીક અવર્સ દરમિયાન ટ્રાફીકજામની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. દરેક ટ્રાફીક સિગ્નલ ઊપર
વાહનોની લાંબી કતારો હવે રોજદા દ્રષ્યો બની ગયા છે. અમદાવાદ શહેરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં દર મહિને સરેરાશ દસ જેટલા દ્વિચક્રી વાહનો અને બે હજારથી પણ વધુ નવી મોટરકારોની નાધણી થઈ રહી છે.

આ પરિસ્થિતિને કારણે અમદાવાદમાં વાહનોની સંખ્યા વધીને ૨૫ લાખ ઊપર પહાચી ગઈ છે. શહેરના રસ્તાઓ ઊપર એક દિવસ એવો આવશે કે માત્ર વાહનો ને વાહનો જ હશે. તે ચલાવવા માટેની કોઈ સ્થિતિ નહિ હોય. અગાઊ દર વર્ષે વાહનોની સંખ્યા સરેરાશ દસ ટકાના દરે વધતી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી તેમાં પણ વધારો નાધાયો છે. ગત વર્ષના પ્રમાણમાં આ વધારો ૩૪ ટકા ઊપર પહાચ્યો છે.

Tuesday, January 10, 2012

આકારણી વખતે લોન લેવા કરદાતાએ ઇન્કમટેક્સની હવે મંજૂરી લેવીપડશે

સેન્ટ્રલ બોર્ડ આૅફ ડાયરેક્ટ ટેક્સિસે નવો પરિપત્ર બહાર પાડ્યો.

ઇન્કમટેક્સના ડિપાર્ટમેન્ટ ટેક્સના બાકી લેણાંની વસૂલાત કરવા જાય એ પહેલાં જ કરદાતા તેની મિલ્કતો, બેન્ક એફડી વગેરે બીજા કોઈના નામે ટ્રાન્સફર કરી દે છે.

અમુક કિસ્સામાં એસેસીને પોતાને મોટી રકમનો ટેક્સ ચુકવવો પડશે. એવો અંદાજ આવી જાય તો તેઓ પોતાની
મિલ્કત બેન્કમાં સિક્યોરિટી તરીકે મૂકીને તેના પર મોટી લોન લઈ લે છે. આના કારણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને ટેક્સ વસૂલવાનું લગભગ અશક્ય બની જાય છે.

આવી સંખ્યાબંધ ફરિયાદો સિબીડીટીને મળી છે. આ પ્રકારની મોડસ ઓપરેન્ડાઈ અજમાવીને ટેક્સ ભરવામાંથી
છટકી જતાં કરદાતાઓને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બોર્ડ આૅફ ડાયરેક્ટર ટેકસીઝ એ નવો પરિપત્ર બહાર પાડ્યો છે.

સીબીડિટીએ પરિપત્ર (નં. ૪/૨૦૧૧)માં જણાવ્યું છે કે, આકારણી થતી હોય તેવા કરદાતાએ સ્ટોક ઈન ટ્રેડમાં ન
હોય તેવી ધંધાની મિલ્કત સામે લોન લેતી વખતે આવકવેરા ખાતાની પૂર્વ મંજૂરી લેવી પડશે. ટેક્સના નિષ્ણાંતોના મતે ઇન્કમટેક્સના અધિકારીઓને ટેક્સ વસૂલવામાં સરળતા રહે તે માટે આ પરિપત્ર જારી કરવામાં
આવ્યો છે. આવકવેરાના કાયદાની કલમ નં. ૨૮૧ની જોગવાઈ મુજબ કરદાતા સામે કોઈ આકારણી ચાલુ હોય અથવા આકારણી પૂરી થઈ ગઈ હોય પરંતુ કરદાતાને ટેક્સ ભરવાની ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવે તે દરમિયાન એસેસી આવી કોઈ તરકીબ અજમાવવા જશે તો તેના સોદા રદબાતલ રદ ગણવામાં આવશે. આવા કેસમાં કરદાતા કોઈ મિલ્કતને વેચાણ કરે, મોર્ગેજ કરે, બક્ષિસમાં આવે, મિલ્કતની અદલાબદલી કરે.
મિલ્કત સામે ચાર્જ ઊભો કરે.

મિલ્કતોનો કબ્જો સોંપે કે મિલ્કત અન્ય કોઈ શખ્સને ટ્રાન્સફર કરે તો તેની પાછળ કરદાતાનો ટેક્સ ન ચુકવવાની દાનત હોઈ બદઇરાદાપૂર્વક આવા વ્યવહારો કરાયા છે તેવું માની લેવાશે.